Faq

Questions Often Asked


Here are some of FAQs, Click on more to view all.
1 પ્રશ્નબેંકમાં શું હું નવા પ્રશ્નો ઉમેરી શકું ?
હા, જો તમે edigitalpaper.com ના મેમ્બર હોય તો તમે તમારા પ્રશ્નો પ્રશ્નબેંકમાં એડ કરી શકો છો.
2 મારા અકાઉન્ટમાં મે એડ કરેલા પ્રશ્નોનો અન્ય યુઝર્સ પણ ઉપયોગ કરી શકશે ?
ના, જ્યા સુધી તમે આવા પ્રશ્નો શેર નહી કરો ત્યા સુધી ફક્ત તમેજ તેનો ઉપયોગ કરી શકશો.
3શું પ્રશ્નબેંકમાં ચિત્ર કે આકૃત્તિ વાળો પ્રશ્ન ઉમેરી શકાય ?
હા, પ્રશ્નની સાથે ચિત્ર કે આકૃત્તિ પણ એડ થઈ શકે છે.
4મારા ગણિતના ક્લાસીસમાં હું દરેક ચેપ્ટરનાં ખાસ પ્રશ્નોનું અસાઈન્મેન્ટ લખવા આપુ છું અને ત્યાર બાદ જે ટેસ્ટ લેવામાં આવે તેમાં આવતા પ્રશ્નો અસાઈન્મેન્ટ માંથી જ આવશે તેમ વિદ્યાર્થીઓને કહું છું શું આવા પ્રકારની ટેસ્ટના પેપર જનરેટ થઈ શકે ?
હા, edigitalpaper.com માં Tagની સુવિધાનો ઉપયોગ કરી તમે તમારી કહ્યા મુજબની જરૂરીયાત વાળા પેપર જનરેટ કરી શકો.
5 અમારી સંસ્થામાં જરૂરી ગુણભાર અને ઢાંચા મુજબ પ્રશ્નપેપર જનરેટ થઈ શકે ?
હા, edigitalpaper.com માં તમે તમારી જરૂરીયાત મુજબની બ્લુપ્રિન્ટ તૈયાર કરી એડ કરી શકો છો જેમાં પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણભાર તમારી જરૂરીયાત મુજબના જ હોય. દરેક પેપર જનરેટ કરતી વખતે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની રહેતી નથી.
6 હું એવું પેપર જનરેટ કરવા ઈચ્છું કે જેમાં દરેક પ્રશ્ન મારી પસંદગીનો જ હોય - આવું થઈ શકે ?
હા, પેપર જનરેટ કરતા પહેલા તમને આખુ પેપર જોવા મળશે. આ પેપરમાં દરેક પ્રશ્ન તમે બદલી શકો. પ્રશ્ન બદલવાની અલગ-અલગ રીતો પૈકી એક રીત મુજબ એક્ઝેટ તમારી પસંદગીના પ્રશ્ન તમે એડ કરી શકો.
7 પ્રશ્નપેપરમાં જ આપેલી જગ્યામાં બાળકો જવાબ લખી શકે તેવું પ્રશ્નપેપર જનરેટ થઈ શકે ?
હા, edigitalpaper.com માં એવું પ્રશ્નપેપર પણ સરળતાથી તૈયાર થઈ કે જેમાં દરેક પ્રશ્નની નીચે બ્લેન્ક લાઈન્સ હોય જેમાં બાળકો જવાબ લખી શકે. કોઈ યુઝર એવું ઈચ્છે કે બ્લેન્ક લાઈન્સની જગ્યાએ માત્ર બ્લેન્ક સ્પેશ હોય તો એવું પણ થઈ શકે. પ્રશ્નની નીચે કેટલી બ્લેન્ક લાઈન્સ હોવી જોઈએ તે પણ યુઝર સેટ કરી શકે. દા.ત. નિબંધ માટે વધારે લાઈન્સની જરૂર પડે.